મનપાના કમિશનરે સ્થાનિક ઓથોરિટીને સૂચના આપી:વિજલપોર બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરી સર્વિસ રોડની હાલત તાત્કાલિક સુધારો

Gujarat5/28/2026, 12:00:00 AM
મનપાના કમિશનરે સ્થાનિક ઓથોરિટીને સૂચના આપી:વિજલપોર બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરી સર્વિસ રોડની હાલત તાત્કાલિક સુધારો
નવસારી મનપાના નવા કમિશનરે વિજલપોર ઓવરબ્રિજ વિસ્તારની મુલાકાત લીધા બાદ કામ જલ્દીથી પૂરું કરી બાકી સર્વિસ રોડ પણ બનાવી લોકોની તકલીફ દૂર કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. નવસારી મનપાના નવા કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે ચાર્જ લીધા બાદ શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવી રહ્યા છે. આ દરમિયાન બુધવારે વિજલપોરના બની રહેલ ઓવરબ્રિજ વિસ્તારની માહિતી પણ મેળવી હતી. આમ તો બ્રિજનું મોનિટરીંગ નેશનલ હાઈવે 64 ઓથોરિટી કરી રહ્યું છે પણ શહેરમાં બની રહ્યો હોય તથા શહેરીજનોનું હિત સંકળાયેલ હોય મનપા પણ સૂચન કરી રહી છે. બ્રિજના કામમાં વિલંબને લઈ લોકો હેરાન થઈ ગયા છે ત્યારે કમિશનરે સ્થાનિક હાઇવે અધિકારીને કામ જલ્દી પૂર્ણ કરવા જણાવ્યું. આ સાથે લોકોને તકલીફ નહી પડે તે માટે બાકી સર્વિસ રોડનું કામ પણ પૂર્ણ કરવા જણાવ્યાની માહિતી મળી છે. અવરજવર કરનારાને વધુ તકલીફ નહી પડે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.
Read Original Article →