એરોનોટિકલ એન્જિનિયર ‘ચંચલ જ્વેલર્સ’ લૂંટનો માસ્ટરમાઇન્ડ:બીલીમોરાના શોરૂમના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગ્યા, વલસાડના 3 શખસની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી

Gujarat4/8/2026, 9:33:20 AM
એરોનોટિકલ એન્જિનિયર ‘ચંચલ જ્વેલર્સ’ લૂંટનો માસ્ટરમાઇન્ડ:બીલીમોરાના શોરૂમના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગ્યા, વલસાડના 3 શખસની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી
બીલીમોરાના રાજભોગ સર્કલ પાસે આવેલી ચંચલ જ્વેલર્સમાં 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે લૂંટનો સશસ્ત્ર પ્રયાસ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત રેન્જ IG અને નવસારી SPએ તાત્કાલિક 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પરના 300થી વધુ CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 7 કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા. ઇજાગ્રસ્ત માલિકે હોકી વડે લૂંટારૂઓને ભગાડ્યા દુકાન માલિક અશોક કટારીયા (ઉંમર 58) જ્યારે હાજર હતા, ત્યારે સફેદ રંગની બલેનો કારમાં બે શખ્સો પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઓએ હથિયાર બતાવી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી. જોકે, અશોક કટારીયાએ પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ખભાના ભાગે અને એક દાઢીના ભાગે વાગી હોવા છતાં, તેમણે હિંમત હાર્યા વગર લાકડાની હોકી વડે સામનો કર્યો હતો. આ સાહસિક વળતા હુમલાથી ગભરાઈને આરોપીઓ લૂંટ કર્યા વગર જ નાસી છૂટ્યા હતા. કપડાં બદલ્યા અને કાર બિનવારસી છોડી ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને મરમાળે ચડાવવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચીખલીના આલીપોર ગામની સીમમાં ક્વોરી પાસે કાર છોડી દીધી હતી. તેમણે ઓળખ છુપાવવા કપડાં અને બુટ બદલી નાખ્યા હતા અને પગપાળા હાઈવે પર પહોંચી બસ દ્વારા વલસાડ ભાગી ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન બિનવારસી કાર કબજે કરી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ પર કાળો કલર લગાવેલો હતો. કારમાંથી ગુનામાં વપરાયેલા કપડાં અને બુટ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ અને આર્થિક ભીંસ મુખ્ય આરોપી ઉમંગ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર હોવા છતાં અગાઉ 12 જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. 2023માં તેની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી પણ થઈ હતી. આર્થિક સંકડામણ અને દેવું વધી જતાં તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ લૂંટ માટે 2 મહિનાથી પિસ્તોલ પોતાની પાસે રાખી હતી. કાયદેસરની કાર્યવાહી બીલીમોરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ રસ્તામાં ક્યાંક ફેંકી દીધી હોવાની કબૂલાતના આધારે હથિયાર રિકવર કરવા તપાસ ચાલુ છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે રેકી કરી હતી કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Read Original Article →