બીલીમોરામાં રહેણાંક વિસ્તારમાંથી બાઇકની ચોરી:મધરાત્રે તસ્કરે વાહનોના લોક ચેક કર્યા, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ
બીલીમોરા શહેરમાં પોલીસ સ્ટેશન નજીકના રહેણાંક વિસ્તારમાંથી મધરાત્રે એક બાઇકની ચોરી થઈ હતી. આ ઘટના ગત મધરાત્રે આશરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી અને નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બીલીમોરાના ટાટા નગર અને સહયોગ સોસાયટી વિસ્તારમાં એક અજાણ્યો તસ્કર પ્રવેશ્યો હતો. તેણે પાર્ક કરેલી એક બાઇકનું સ્ટિયરિંગ લોક તોડી નાખી બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં જોવા મળ્યા મુજબ, બાઇક ચોરી કર્યા બાદ પણ તસ્કરે આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનોના લોક ચેક કર્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. જે વ્યક્તિની બાઇક ચોરાઈ છે, તેમણે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ચોરીની અરજી આપી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશનની તદ્દન નજીક જ આ પ્રકારની ચોરીની ઘટના બનતા રાત્રિ પેટ્રોલિંગની અસરકારકતા પર સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં, પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →