રાહદારીઓના જીવને જોખમ:નવસારીમાં મિશ્રશાળા નં.10 સામે મુખ્ય રસ્તે ભૂવો
નવસારી શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. નવસારી દશેરા ટેકરી પાસે આવેલી મિશ્રશાળા નં. 10ની બિલકુલ સામે મુખ્ય રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો છે. આ ભૂવાએ હવે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે શાળાએ આવતા નાના ભૂલકાઓ, વાલીઓ અને સ્થાનિક રાહદારીઓના જીવનું જોખમ વધી ગયું છે. મનપા ભુવાની આસપાસ માત્ર આડશ મૂકીને સંતોષ માની લેનાર મહાપાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કોઈ વાહનચાલક રાત્રિના અંધારામાં આ ખાડાનો ભોગ બનશે, તો તેની જવાબદારી કોની? તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આ જોખમી ભૂવાનું વહેલી તકે કાયમી ઓપરેશન કરી રસ્તો સરખો કરવામાં આવે તેમ સામાજિક કાર્યકર પ્રમોદભાઈ રાઠોડે જણાવ્યું હતું
Read Original Article →