લગ્નના માત્ર 5 જ મહિનામાં પરિણીતાએ જિંદગી ટૂંકાવી:આંતલીયામાં 27 વર્ષીય નિહારિકા પટેલે ગળેફાંસો ખાધો, પોલીસ તપાસ શરૂ

Gujarat5/23/2026, 12:23:59 PM
લગ્નના માત્ર 5 જ મહિનામાં પરિણીતાએ જિંદગી ટૂંકાવી:આંતલીયામાં 27 વર્ષીય નિહારિકા પટેલે ગળેફાંસો ખાધો, પોલીસ તપાસ શરૂ
ગણદેવી તાલુકાના આંતલીયા ગામમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના બાલાજી નગરમાં રહેતી 27 વર્ષીય નવપરિણીતા નિહારિકા પટેલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. લગ્નના માત્ર પાંચ મહિનામાં જ આ ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નિહારિકા પટેલના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા. લગ્નજીવનની શરૂઆતમાં જ તેમણે આ આત્યંતિક પગલું ભરતા પરિવાર અને સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં, નિહારિકાબેને કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમણે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી, મૃતકના સાસરિયાં અને પિયરિયાં પક્ષના નિવેદનો લેવાની સાથે વધુ તપાસ શરૂ કરી છે. આત્મહત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
Read Original Article →