ફરાર આરોપી પકડાયો:મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી દબોચાયો

Gujarat4/10/2026, 12:00:00 AM
ફરાર આરોપી પકડાયો:મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી દબોચાયો
નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના મુજબ, જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે એલસીબી પીઆઇ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નિઝામપુર પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી સતીષ રાજુભાઈ પટેલ (ઉ.વ. 34, રહે. વાઘલધરા, વલસાડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. નવસારી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો નિઝામપુર પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એસ.વી. આહીર, પીએસઆઇ વાય.જી. ગઢવી અને એમ.બી. ગામીત સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો.
Read Original Article →