રોડને ગ્રાન્ટ ફાળવવામાં આવી પણ બન્યો નહીં:આમરીમાં ‘મિસ્ત્રીવાડ’ના રસ્તા માટે ગ્રાન્ટ ફાળવાઇ પણ બન્યો જ નહીં!
આમરી ગામના રસ્તા માટે ખર્ચ અપાયો નથી આમરી ગામના મિસ્ત્રીવાડમાં બનાવવાના ડામર રોડ મુદ્દે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ તેનો ખર્ચ હજુ સુધી પાડવામાં આવ્યો નથી. જે ગ્રાન્ટ રદ કરાઇ છે. જેથી ભ્રષ્ટાચાર થયો અંગે હોવાની હોઇ વાતમાં તથ્ય નથી. બાકીનું જે કંઇ ચકાસણી કરવાની હશે તે કરાવવામાં આવશે. નવસારી તાલુકાના આમરી ગામમાં સરકારી નાણાંની ઉચાપત અને સત્તાના દુરુપયોગનો ગંભીર મામલાને લઇ ગામમાં વિવાદ વકર્યો છે. વર્ષ 2024-25 દરમિયાન ‘મિસ્ત્રીવાડ'ના જાહેર રસ્તા માટે ફાળવેલી રૂ. 5 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી, જાહેર જનતાના બદલે એક નેતાના અંગત ફાર્મ હાઉસ સુધી ખાનગી રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે જાગૃત નાગરિકે એડવોકેટ રાજન જે. જોશી મારફતે ગ્રામ પંચાયત સહિત તાલુકા લેવલના અધિકારીઓને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આમરી ગામના મિસ્ત્રીવાડમાં ડામર રોડ બનાવવા માટે તાલુકા પંચાયતમાંથી અંદાજે રૂ.5 લાખની ફાળવણી કરવામાં આવી હતી. એક આર.ટી.આઈ ના આધારે મળેલી વિગત બાદ આ સમગ્ર હકીકત બહાર આવી હતી. આરોપ છે કે મિસ્ત્રીવાડના જાહેર રસ્તા પર કોઈ કામ થયું નથી. તેના બદલે ખાનગી વ્યક્તિના ફાર્મ હાઉસ સુધી જતો રસ્તો સરકારી ખર્ચે બનાવી દેવાયો છે. જે અંગેનો ઠરાવ પણ કરાયો હતો. ગામના કેટલાક અગ્રણીઓએ આ બાબતે એડવોકેટ મારફત નોટિસ ફટકારી પંચાયત અને તાલુકા કક્ષાએ જવાબની માંગણી કરવામાં આવી છે. 7 દિવસમાં ખુલાસો નહીં મળે તો DDO ને ફરિયાદ કરાશે.. એડવોકેટ રાજન જોશીએ પાઠવેલ નોટિસમાં જણાવ્યું છે કે જો 7 દિવસમાં આ કામના ખર્ચ અને વિગતોનો સંતોષકારક ખુલાસો નહીં મળે, તો સરપંચ સહિતના હોદ્દેદારોને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.આ ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફોજદારી ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાશે. ગ્રાંટ વિના રસ્તો જ બન્યો નથી, તો નોટિસ કેમ? જે રસ્તાની વાત છે એ બન્યો નથી. તાલુકા કક્ષાએથી એ રસ્તો મંજૂર કરાયો હતો પરંતુ ગ્રાંટ ફાળવવામાં આવી નથી એટલે રસ્તા મુદ્દે જે નોટિસ આપવાની વાત છે એ યોગ્ય નથી. તાલુકા કક્ષાએથી પણ તે રસ્તાને ગ્રાંટ પૂરી પડાઇ નથી. > વસંતભાઇ, ડે.સરપંચ, આમરી
Read Original Article →