આપઘાત:કબીલપોરમાં 20 વર્ષીય યુવાને ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Gujarat5/21/2026, 12:00:00 AM
નવસારી કબીલપોરમાં 20 વર્ષીય યુવાને ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે આત્મઘાતી પગલું ભર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. કબીલપોરના તળાવ ફળિયામાં શીતલ હોટેલની પાછળ રહેતા મિતેષ રાઠોડ (ઉ.વ. 20)એ 19 મેના રોજ સવારના 8થી 9:30 વચ્ચે ઘરની અંદર લોખંડની ચેનલ સાથે ઓઢણી બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતાં હીરાભાઈ રાઠોડે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી હતી. નવસારી રૂરલ પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કાર્યપાલક મેજિસ્ટ્રેટ નવસારી ગ્રામ્યને ઇન્ક્વેસ્ટ ભરવા યાદી મોકલાઈ છે.
Read Original Article →