ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:કરનાળી- બુજેઠા રોડ પર ટેમ્પો અથડાતાં મહિલાનું મોત થયું

Gujarat5/12/2026, 2:10:31 AM
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કરનાળી બુજેઠા રોડ ઉપર પૂરપાટ આવતા ટેમ્પો ઝાડ સાથે ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. તિલકવાડાના સુરજીપુરા ગામે રહેતા આશા ભીલએ આપેલ ફરિયાદ અનુસાર રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લાના રાસમી તાલુકાના ઉપરેટા શામળાજી મંદીર પાસે કનૈયાલાલ વૈષ્ણવએ ટેમ્પોને પુરઝડપે હંકારી રોડની સાઇડમાં આવેલ ઝાડ સાથે અથાડી દીધો છે. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર સુરાજીપુરા ગામના આશાબેન ભીલ તથા કેબીનમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ અજીત ચૌહાણને તેમજ પુનીબેનને ઇજા પહોંચાડી હતી. અકસ્માતમાં શ્વેતા મકવાણાને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર તિલકવાડા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. તેમની હાલત ગંભીર હોવાથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.
Read Original Article →