ઘાતકી હત્યા:તિલકવાડા નજીક પત્નીએ જ પતિની માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી

Gujarat4/9/2026, 12:00:00 AM
મધ્યપ્રદેશ અલીરાજપુરના મૂળ રહીશ દંપતી વોરા ગામમાં થી શાકભાજી લઇ પિતાના રહેઠાણ તરફ રાત્રીના જતા હતા જેમાં વચ્ચે બંને વચ્ચે ઝગડો થતા પત્નીએ પતિને માથામાં પથ્થરમારી હત્યા કરી પોલીસે પત્નીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ અલીરાજપુરના કોસારી ગામના મૂળ રહીશ અને હાલ તિલકવાડાના તેડીયા સાહેબપુરા ખાતે છાપરું બનાવી 24 વર્ષીય અરવિદ રણસિંહ નાયક તથા તેની 32 વર્ષીય પત્ની રેખા નાયક છાપરુ બનાવીને રહે છે. પતિ અને પત્ની ભાઠામાંથી શાકભાજી લઇને ચીલા વાટે થઈને તેમના રહેણાંક છાપરા પર મોજે તેડીયા સાહેબપુરા ચાલતા જઇ રહેલ હતાં. વોરા સીમ હનુમંતેશ્વર મંદિરની પાછળ હેરણનદીના ભાઠામાં આવતા પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થઇ હતી. પતિએ તેની પત્નીને તારે મારી સાથે નથી રહેવાનું તારે જ્યાં રહેવું હોય ત્યા જતી રે તેમ જણાવી ગાલ પર બે તમાચા મારતા પત્નીને ગુસ્સો આવ્યો હતો. જેથી તેણે નદીના પટમાનો પથ્થર હાથમા પકડી પતિને માથાના ભાગે જમણી બાજુ મારી દીધો હતો. ગંભીર ઇજાના પગલે પતિનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. આ બાબતે પોલીસ ને જાણ થતા તિલકાવડા પી.આઈ એ.પી.મોલકી ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →