ભાસ્કર ફોલોઅપ:પત્નીનું સાત વર્ષ પહેલાં અવસાન, 4 દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયાં હતાં
તિલકવાડા નજીક આવેલાં અલવા ગામ પાસે વૃક્ષની ડાળી પર ફાંસો ખાઇ લેનારા વયસ્કના કેસમાં નવો ખુલાસો થયો છે. મૃતકના પત્નીનું સાત વર્ષ પહેલાં અવસાન થતાં તે એકલવાયું જીવન ગુજારી રહયાં હતાં. ચાર દિવસ પહેલાં તે ઘર છોડીને ચાલ્યાં ગયાં હતાં. બાદમાં તેમનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી બે ફોન અનેે બેંકના સળગાવેલા દસ્તાવેજો મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં હતાં પણ પરિવારના નિવેદનો બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સરોડા ગામે રહેતા અજય ચૌહાણના પત્ની આશાબેને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ખબર આપી હતી કે વિરપોર તાલુકાના મોટીબાર ગામના ટીંબા ફળિયામાં રહેતા 57 વર્ષીય બળવંત પરમાર નર્મદા જિલ્લાના દેવલિયા ગામની સીમમાં લીમડાના વૃક્ષની ડાળી પર ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી હતી. તિલકવાડા પી આઈ એ પી.સોલંકી એ જણાવ્યું હતું કે દેવલિયા ગામની સીમમાં એક વ્યક્તિ એ ફાંસો ખાધો હોવાની જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા નજીકમાં મોબાઈલ અને કેટલાક ડોક્યુમેન્ટ મળતા તેમના દીકરા અને પરિવારને તિલકવાડા પોલીસે જાણ કરી હતી પૂછપરછ દરમ્યાન બળવંતભાઈના પત્ની 7 વર્ષ પહેલા મૃત્યુ પામ્યાં હતાં. તેઓ એકલવાયું જીવન ગુજારી રહયાં હતાં. ચાર દિવસ પહેલાં તેઓ આશા ચોહાણના ઘરે બાલાસિનોર હતા. જ્યાંથી કહ્યા વગર ઘરેથી નીકળી ગયાં હતાં. બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો છે.
Read Original Article →