પ્રિ-મોન્સૂન કામગીરી:ગટરના ઢાંકણાંથી અકસ્માત ન થાય તે જોવા તાકીદ કરાઇ

Gujarat5/17/2026, 12:00:00 AM
રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં ખુલ્લા અથવા તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માત ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી નાયબ કલેક્ટર વિધુ ખૈતાને જિલ્લામાં હાથધરાનારી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ખાસ કરીને ડ્રેનેજ લાઈન અનેકાંસોની સાફ-સફાઈની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, કાંસ-ખાડીઓની સફાઈ, રસ્તાઓના પેચવર્ક, બોટની ઉપલબ્ધિ તથા તેનું વેરીફીકેશન, બચાવ કામગીરી માટે મજૂરો, ટ્રોલી અને જરૂરી સાધનોની ઉપલબ્ધતાઅંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભયજનક બિલ્ડિંગો અને ઇમારતો અંગે તકેદારીના પગલાં લેવા, પાણી ભરાઈ જાયતેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી તેવી સૂચના આપવામાં આવી હતી. ખુલ્લા અથવા તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માત ન સર્જાય તે માટેપૂરતી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. ડેમની સપાટીની માહિતી નિયમિત રીતે જિલ્લાતથા તાલુકા કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવા, નદીઓ પાસે ચેતવણીના સાઇન બોર્ડ લગાવવા તેમજ હરવા-ફરવાના અને પ્રવાસન સ્થળોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અંગે પણ આયોજન કરાશે.
Read Original Article →