આધેડની હત્યાની ગુનાનો ભેદ ઉકેલાયો:લગ્નની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાના પિતાની હત્યા કરી‎

Gujarat5/19/2026, 12:00:00 AM
આધેડની હત્યાની ગુનાનો ભેદ ઉકેલાયો:લગ્નની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાના પિતાની હત્યા કરી‎
ભાસ્કર ન્યૂઝ | રાજપીપળા નર્મદા જિલ્લાના લીમડી ગામમાં આધેડની હત્યાની ગુનાનો ભેદ ઉકેલાયો છે. આધેડે તેમની દીકરીને પ્રેમ લગ્ન કરવાની ના પાડી હોવાથી દીકરીના પ્રેમીએ જ પ્રેમિકાના પિતાની તલવાર મારી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા લીમડી ગામમાં નિશાળ ફળિયામાં રહેતા 55 વર્ષીય કંચન તડવીની રાત્રીના ઉંઘમાં તલવાર મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનારનો ભેદ ઉકેલાયો ત્યારે આરોપી ગોરા નવી વસાહતમાં રાહતો યુવાન ગંગારામ તડવી નીકળ્યો હતો. દીકરી સાથે લગ્ન કરવાની મનાઈ કરતા યુવાને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. 13મી તારીખ લીમડી ગામે પોતાના ઘરના આંગણામાં બહાર કંચન ભયજી સુતા હતાં. તે સમયે અજાણ્યા વ્યકતિએ તેમની તલવાર મારી હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવ બાદ એલસીબી, એસઓજી સહિતની ટીમો આરોપીને શોધવાના કામે લાગી હતી. તપાસ દરમિયાન માહીતી મળેલ કે, ગોરા નવી વસાહતમાં રહેતા ગંગારામ તડવીનાઓ મૃતકની નાની દિકરી સાથે પ્રેમ સબંધ હતાં. અને બંને લગ્ન કરવા માંગતા હોય પરંતુ કંચન તડવીનાઓ તેની દિકરીના લગ્ન ગંગારામ સાથે કરાવવા માંગતો ન હતો. તેની રીસ રાખીને ગંગારામે હત્યા કરી છે. આધેડે તેમની દીકરીને પ્રેમ લગ્ન કરવાની ના પાડી હોવાથી દીકરીના પ્રેમીએ જ પ્રેમિકાના પિતાની તલવાર મારી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આરોપી ગંગારામને ઝડપી લાવી આકરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. મૃતક તેની દિકરીનું અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતો હોય જેની રીસ રાખીને આરોપીને રાત્રી દરમ્યાન તેના ઘરે જઇને તેને સુતેલી હાલતમાં તલવારથી માથાના ભાગે મારી હત્યા કરી નાખી હતી. દિકરીના પિતાનું ઢીમ ઢાળી દેનાર પ્રેમી ને ઝબ્બે કરતી પોલીસ
Read Original Article →