સુવિધા માટે સંકલ્પ:દેશના પર્યટન સ્થળોને વૈશ્વિક સ્તરના બનાવાશે
કેવડિયામાં આવેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દેશના પ્રવાસન સ્થળોને વિશ્વ સ્તરીય બનાવી દેશની સાથે વિદેશના પ્રવાસીઓ પણ વધારેમાં વધારે સંખ્યામાં આવે તે માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના હિતધારકો તેમજ વિષય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. દેશભરમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટકાઉ અને અનુભૂતિ આધારિત પ્રવાસન સ્થળોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યશાળાના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુ દ્વારા ગંતવ્ય આધારિત વ્યૂહરચનાઓ, પ્રવાસન આધારભૂત સુવિધાઓના વિકાસ તથા ટકાઉ પ્રવાસન અભિગમોને ઉજાગર કરતી રજૂઆતો કરવામાં આવી હતી. ભારતના પ્રવાસન સ્થળો ને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સરકાર કેન્દ્ર સરકાર સાથે મળી ને સંકલિત આયોજન કરી ખુબ સુંદર આકર્ષક અને પ્રવાસીઓ માટે આકર્ષણ સાબિત થાય એવા સ્થળો નું નિર્માણ કરવું પડશે. પ્રવાસન સ્થળો પર વિદેશી પ્રવાસીઓ વધુ આવે એવા પ્રયાસો કરવા પડશે. અને સ્થળોના પ્રચાર પ્રસાર પણ કરવા પડશે. કાર્યશાળાનો પ્રારંભ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ તથા મહાનિર્દેશક સુમન બિલ્લા, પ્રવાસન મંત્રાલયના સચિવ ભૂવનેશ કુમારે ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા.કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પણ ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા.
Read Original Article →