વિશ્વ શાંતિ માટે સુંદરકાંડના પાઠ કરાયા:ખાડી દેશોમાં ચાલી રહેલાં યુદ્ધોનો વિરામ હવે જરૂરી : અતુલ પુરોહિત

Gujarat4/6/2026, 12:00:00 AM
વિશ્વ શાંતિ માટે સુંદરકાંડના પાઠ કરાયા:ખાડી દેશોમાં ચાલી રહેલાં યુદ્ધોનો વિરામ હવે જરૂરી : અતુલ પુરોહિત
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વિશ્વ શાંતિ માટે અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડનું આયોજન કરાયું. મોટીસંખ્યામાં ભક્તો હાજર રહીને સુંદરકાંડ ના પાઠ કરી હનુમાનદાદા નું આહવાન કર્યું હતું. વૈશ્વિક પરિસ્થિતિમાં આજે સમગ્ર વિશ્વ તંગદિલીભર્યા વાતાવરણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અનેક દેશોમાં અશાંતિ, હિંસા અને યુદ્ધના માહોલને કારણે માનવજાતિ ચિંતિત બની છે. આવા સંજોગોમાં ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવ અને સુખાકારી સ્થપાય તેવા પવિત્ર હેતુથી નીરજ પટેલ અને તેમના પરિવાર દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં હનુમાનજી જન્મોત્સવની પાવન ઉજવણી પૂર્ણ થયા બાદ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે લોકપ્રિય ભજનિક તથા લોકગાયક અતુલ પુરોહિતના સુમધુર કંઠે શ્રી હનુમાન સુંદરકાંડનું ભાવભર્યું પઠન અને ભજન સંધ્યાનું આયોજન યોજાયું હતું. ઉપસ્થિત ભક્તજનોએ ભક્તિભાવપૂર્વક સુંદરકાંડનું શ્રવણ કર્યું અને ભગવાન હનુમાનજીને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અર્પણ કરી. અતુલ પુરોહિત દ્વારા ગવાયેલા ભક્તિરસભર ભજનો અને સુંદરકાંડના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
Read Original Article →