સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓેને ગરમીથી રાહત આપવા ખાસ વ્યવસ્થા:AC બસ, શેડ વોકવે, પાણીના ફુવારા સહિતની સુવિધાઓ

Gujarat5/12/2026, 3:03:59 PM
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓેને ગરમીથી રાહત આપવા ખાસ વ્યવસ્થા:AC બસ, શેડ વોકવે, પાણીના ફુવારા સહિતની સુવિધાઓ
ઉનાળાના 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે પ્રવાસીઓનો ધસારો યથાવત્ રહ્યો છે. SOU સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને ગરમીથી રાહત આપવા માટે એસી બસ, પીવાના પાણીની સુવિધા, શેડ વોકવે અને પાણીના ફુવારા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી શિયાળો હોય કે ઉનાળો, તમામ સીઝનમાં પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ બન્યું છે. ચોમાસામાં આ વિસ્તાર લીલોછમ અને ખુશનુમા વાતાવરણ ધરાવે છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને ઊંચા તાપમાન વચ્ચે પણ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી છે અને હાલ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને SOU તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં એસી પિક અપ સ્ટેન્ડ અને એસી બસ સેવા ઉપલબ્ધ છે. SOUમાં પ્રવેશતા બંને બાજુ કેનૉપી શેડ ઊભા કરાયા છે, જેમાં સ્પ્રિંકલર મૂકવામાં આવ્યા છે જે સતત ઠંડા પાણીનો છંટકાવ કરે છે. આ ઉપરાંત, પ્રદર્શન ગેલેરીમાં જવા માટે શુલ્ક વિનાની ગોલ્ફ કારની સુવિધા છે, જ્યાં સેન્ટ્રલ એસી હોવાથી પ્રવાસીઓને ગરમીનો અહેસાસ થતો નથી. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, આરોગ્યવન અને એકતા નર્સરી જેવા વિવિધ સ્થળોએ સરળતાથી પહોંચી શકે તે માટે પણ એસી બસો ઉપલબ્ધ છે. આ તમામ સ્થળો પણ ઠંડકભર્યા હોવાથી વૃદ્ધો, બાળકો અને યુવાનો સહિત પરિવાર સાથે આવતા પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ખૂબ રાહતરૂપ સાબિત થઈ રહી છે. આથી, ઘણા પ્રવાસીઓ ઉનાળામાં ઠંડા પ્રદેશોમાં જવાને બદલે SOUની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
Read Original Article →