વેરાઈ માતાજીના મંદિરે ધાર્મિક આયોજન:રાજપીપળામાં કથાકાર જયદેવ શાસ્ત્રીના મધુરકંઠે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

Gujarat4/7/2026, 12:00:00 AM
વેરાઈ માતાજીના મંદિરે ધાર્મિક આયોજન:રાજપીપળામાં કથાકાર જયદેવ શાસ્ત્રીના મધુરકંઠે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
નાંદોદ તાલુકાના વડિયા ગામની શિવક્તિ સોસાયટીની બાજુમાં વેરાઈ માતાજી ના મંદિરે શ્રીમદ્દ ભગત સપ્તાહ નું આયોજન વડિયાના જશોદા રજવાડી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. જશોદાબેન રજવાડીના ઘરેથી પોથી યાત્રા નીકળી હતી. વડિયા ગામના જાહેર માર્ગો પર ફરી ને પોથીયાત્રા સપ્તાહ સ્થળે પહોંચી હતી. જેમાં કથાકાર જયદેવ શાસ્ત્રી, મહિલા આગેવાન ભારતીબેન તડવી અને જશોદાબેનના પરિવાર વડીયા ગામના બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવત સપ્તાહનું રસપાન આંતરાષ્ટ્રીય કથાકાર જયદેવ શાસ્ત્રીના મધુરકંઠે કરાવવામાં આવશે. કથાકાર જયદેવ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ ગયો છે. 6 થી 12 એપ્રિલ સુધી દરરોજ બપોરે 3.30 થી 6.30 સમય દરમ્યાન આ સપ્તાહ યોજાશે.શ્રી કૃષ્ણ જન્મ થી રુકમણી વિવાહ સહિતના ઉત્સવો પણ આ કથા દરમ્યાન ઉજવવામાં આવશે.
Read Original Article →