રાજપીપળામાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા પર હલ્લાબોલ:15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો, પ્રમુખને ઉગ્ર રજૂઆત, કલેક્ટરને અરજી આપવા ચીમકી

Gujarat6/5/2026, 3:27:47 PM
રાજપીપળામાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા પર હલ્લાબોલ:15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો, પ્રમુખને ઉગ્ર રજૂઆત, કલેક્ટરને અરજી આપવા ચીમકી
રાજપીપળાના આશાપુરી માતાજી મંદિર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 10થી 15 વર્ષથી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો છે. મહિલાઓએ નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પીવા પૂરતું પાણી મળતું હતું, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી. જો ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો કલેક્ટર કચેરીએ જઈને અરજી આપવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી. પ્રમુખ શિવાનીબેન મહેતાએ અરજી સ્વીકારી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પાણી આવી જશે તેવી ખાતરી આપતા મહિલાઓ શાંત પડી પરત ફરી હતી.
Read Original Article →