નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર:રાજપીપળા શહેરી વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ

Gujarat4/7/2026, 5:32:37 PM
નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર:રાજપીપળા શહેરી વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ
નર્મદા જિલ્લામાં એક નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાતાની સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો સક્રિય બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. આથી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા ફ્લેગમાર્ચ યોજી જરૂરી વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને ગામોમાં ફ્લેગમાર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજપીપળા નગરપાલિકાના સાત વોર્ડમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને રાજપીપળા ટાઉન વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની આગેવાની હેઠળ ટાઉન પીઆઈ અને તેમની ટીમે ફ્લેગમાર્ચ કરી હતી. આ ફ્લેગમાર્ચ કાછિયાવાડ, કસ્બાવાડ, દરબાર રોડ, સોનીવાડ, માલીવાડ, દોલત બજાર અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read Original Article →