રાજપીપલા નાગરિક બેંક દ્વારા ATM સેવા શરૂ:ગ્રાહકોને ઝડપી અને સુવિધાસભર બેંકિંગનો લાભ મળશે

Gujarat5/13/2026, 1:23:03 PM
રાજપીપલા નાગરિક બેંક દ્વારા ATM સેવા શરૂ:ગ્રાહકોને ઝડપી અને સુવિધાસભર બેંકિંગનો લાભ મળશે
રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડે ગ્રાહકોને વધુ સુવિધાસભર અને ઝડપી બેંકિંગ સેવા પૂરી પાડવા માટે ATM સેવાનો પ્રારંભ કર્યો છે. આ ATMનું લોકાર્પણ બેંકના ચેરમેન અમિત ગાંધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિરેક્ટરો ડો. નિખિલ મહેતા, ડો. નૈષધ પરમાર, ધર્મેશ પંડ્યા, બેંકના સી.ઈ.ઓ. જયેશ પંચોલી, પૂર્વ સી.ઈ.ઓ. મલ્કેશ શાહ, બેંક કર્મચારીઓ અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન અમિત ગાંધીએ જણાવ્યું કે, બેંકના ગ્રાહકો હવે ATM કાર્ડ દ્વારા બેંકના ATM ઉપરાંત અન્ય બેંકોના ATM પરથી પણ નાણાં ઉપાડી શકશે. આ ઉપરાંત, POS મશીન અને ટેપ બેંકિંગ જેવી આધુનિક સુવિધાઓનો પણ લાભ મેળવી શકશે. તેમણે ઉમેર્યું કે, આ નવી સેવા ગ્રાહકોને સરળ, સુરક્ષિત અને ઝડપી બેંકિંગ વ્યવહારની સુવિધા પૂરી પાડશે. બેંક સતત ગ્રાહક કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
Read Original Article →