શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન:કથાકાર દિનેશ ઠક્કરે મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું
રાજપીપળા ખાતે અધિક માસના પ્રારંભ સાથે શ્રીમદ્દ ભાગવત કથાનો શુભારંભ થયો છે. વૈશ્વિક શાંતિ અને સદભાવનાના હેતુથી શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વ્યાસપીઠ પર પ્રખ્યાત કથાકાર દિનેશ ઠક્કરે પોતાની મધુર વાણી દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવવાનું શરૂ કર્યું. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા તેજસ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળી ભક્તિભાવપૂર્વક શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે પહોંચી હતી. પોથી યાત્રા બાદ વિધિવત દીપ પ્રાગટ્ય કરીને ભાગવત કથાનો શુભ આરંભ કરાયો હતો. કથા સ્થળે હરિ નામ સંકિર્તન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભાગવત શ્રવણનો લાભ લીધો હતો.
Read Original Article →