રાજપીપળામાં કેળા કામદારોનો હલ્લાબોલ:મોંઘવારીના કારણે વેપારીઓ સામે 200 મજૂરો એકઠા થયા, મજૂરી વધારવા માંગ

Gujarat5/19/2026, 4:38:21 PM
રાજપીપળામાં કેળા કામદારોનો હલ્લાબોલ:મોંઘવારીના કારણે વેપારીઓ સામે 200 મજૂરો એકઠા થયા, મજૂરી વધારવા માંગ
રાજપીપળામાં કેળા ભરવાના કામદારોએ મજૂરી વધારવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો છે. મોંઘવારીના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આજે સવારે 200 જેટલા મજૂરો રંગ અવધૂત મંદિર સામેના ગરનાળા પાસે એકઠા થયા હતા. ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ અને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. રાજપીપળા અને આસપાસના ગામડાઓમાંથી આવતા કેળા ભરવાના કામદારોને વર્ષોથી એક જ ભાવ મળતો હોવાથી તેમણે મજૂરી વધારવાની માંગ કરી છે. કેળાના વેપારીઓ આસપાસના ગામડાઓમાંથી કેળા ખરીદી ટ્રક કે ટેમ્પોમાં ભરી બહાર વેચાણ કરે છે. મજૂરોએ અગાઉ પણ વેપારીઓને મજૂરી વધારવા અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમાં કોઈ વધારો કરાયો ન હતો. મજૂરોએ જણાવ્યું છે કે જ્યાં સુધી મજૂરીમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ કામગીરીથી અળગા રહેશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આદિવાસી સમાજના આગેવાન મહેશ વસાવા (મણકો) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મજૂરોની તરફેણમાં તેમણે હાજર પોલીસ સાથે થોડી ચકમક કરી હતી.
Read Original Article →