વારંવાર વીજળી ડૂલ થતાં લોકો પરેશાન:રાજપીપળામાં દિવસમાં પાંચ વખત ખોરવાતો વીજ પુરવઠો
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર વિસ્તારમાં દિવસમાં 4 થી 5 વખત વીજળી ડૂલ થઇ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાઈટો જાય અને જેમાં કલાકો સુધી આવતી અને વીજ ઉપકરણો ને પણ નુકસાન કરે છે જેને કારણે વીજ કંપની સામે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ ઉનાળાની ગરમી 43 ડિગ્રી ઉપર જાય છે.કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ છે.ઘરમાં રહેવું પડે અને આવી પરિસ્થિતિમાં લાઈટો જાય ત્યારે ગરમીમાં લોકોની હાલત કફોડી બની જાય છે. દર વર્ષે ઉનાળામાં પ્રિમોનસુન કામગીરી કરવામાં આવતી હોવા છતાં ફોલ્ટ થતાં રહે છે. હાલ ગરમી વધારે પડી રહી હોવાથી એર કંડિશન અને કુલરનો વપરાશ વધી જવાથી લોડ વધી જતાં લાઇટો જતી રહે છે. સાંજે શહેરમાં અંધારપટ પણ છવાય છે. વીજ અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી સમારકામ કરતા હોય તો શર્ટ ડાઉન આપે પણ વારંવાર લાઈટો બંધ કરી દેવાથી લોકોમાં રોષ ફેલાયો છે. વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહયાં છે.
Read Original Article →