નર્મદામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ:NHRC મેમ્બર પ્રિયંક કાનુનગોએ કલેક્ટર કચેરીમાં અધ્યક્ષતા કરી
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના મેમ્બર પ્રિયંક કાનુનગોના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પ્રાંત અધિકારી પરસનજીત કૌર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા દરમિયાન, NHRC મેમ્બર પ્રિયંક કાનુનગોએ વર્ષ 2025-26 અંતર્ગત જિલ્લામાં અમલમાં રહેલી યોજનાઓ જેવી કે આઈ.ટી.આઈ., ડી.આર.ડી.એ., ચાઇલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, રાઇટ ટુ ચિલ્ડ્રન અંતર્ગત આંગણવાડી સેવાઓ, ન્યુટ્રિશન અને પોષણ સંગમ, પૂર્ણા શક્તિ યોજના, પી.એમ. પોષણ યોજના, જિલ્લાની શાળાઓની સ્થિતિ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઇલ્ડ વેલફેર કમિટી, સ્ટેટ સ્પોન્સરશિપ સ્કીમ, પાલક માતા-પિતા યોજના, શેરો પોઝિટિવ ઇલનેસ સ્કીમ, દીકરી લગ્ન સહાય યોજના, મુખ્યમંત્રી બાલ સેવા યોજના, PM CARES for Children યોજના તથા ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ ઉપરાંત, રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વરિષ્ઠ નાગરિક અધિકાર યોજનાઓ, આયુષ્માન ભારત - PMJAY, પ્રધાનમંત્રી જનધન યોજના, PMJJBY, કિસાન ક્રેડિટ કાર્ડ, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, GMERS મેડિકલ કોલેજ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના, સ્કીલ ડેવલપમેન્ટ, PM સ્વનિધિ કાર્યક્રમ તેમજ સ્પોર્ટ્સ એન્ડ હ્યુમન રાઇટ્સ સંબંધિત યોજનાઓ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે NHRC ના મેમ્બર પ્રિયંક કાનુનગોએ જણાવ્યું હતું કે, માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષા અંતર્ગત નર્મદા જિલ્લામાં આ બેઠક યોજાઈ હતી. તેમણે ખાસ કરીને પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત જિલ્લામાં 92 ટકા સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે અન્ય વિવિધ યોજનાઓમાં પણ જિલ્લામાં સારો પ્રગતિદર નોંધાયો છે અને નર્મદા જિલ્લામાં માનવ અધિકાર સંબંધિત કામગીરી સંતોષકારક તથા પ્રશંસનીય છે.
Read Original Article →