ઓપરેશન સિંદૂરની ઉજવણી‎:રાજપીપળામાં ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠે એનસીસી દ્વારા કાર્યક્રમો યોજાયા

Gujarat5/12/2026, 2:03:27 AM
ઓપરેશન સિંદૂરની ઉજવણી‎:રાજપીપળામાં ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠે એનસીસી દ્વારા કાર્યક્રમો યોજાયા
રાજપીપળા થ્રી ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની એનસીસી રાજપીપલા અંતર્ગત એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેડેટ્સ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ વિજયને એક વર્ષ પૂર્ણ થતા કેડેટ્સ દેશભક્તિના રંગે રંગાયા હતા. એનસીસી ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કર અને સૂબેદાર કમલ કુમારના માર્ગદર્શન હેઠળ જીતનગર ખાતે યોગ સત્ર અને દોડનું આયોજન કરાયું હતું. પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભારતીય નાગરિકોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજપીપલામાં ઓપરેશન સિંદુરની ઉજવણી
Read Original Article →