નર્મદા જિલ્લા પંચાયતમાં AAPની સત્તા:અંજનાબેન વસાવા પ્રમુખ, સંગીતાબેન તડવી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

Gujarat5/25/2026, 10:25:25 AM
નર્મદા જિલ્લા પંચાયતમાં AAPની સત્તા:અંજનાબેન વસાવા પ્રમુખ, સંગીતાબેન તડવી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા
નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) એ પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં આદિજાતિ અનામત બેઠક પરથી સામોટ બેઠકના વિજેતા અંજનાબેન અનિરુદ્ધ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જ્યારે, નઘાતપોર બેઠકના ઉમેદવાર સંગીતા વિક્રમ તડવીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. બેઠકોનું ગણિત નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી અને સભ્યોની સ્થિતિ કુલ બેઠકો: 22 આમ આદમી પાર્ટી (AAP): 15 સદસ્યો (બહુમતી) ભારતીય જનતા પાર્ટી (BJP): 7 સદસ્યો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ તમામ 22 સદસ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકાભિમુખ વહીવટની ખાતરી વિજય બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત AAPના કાર્યકરોએ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી. પદગ્રહણ કર્યા બાદ નવા પ્રમુખે સૌનો આભાર માન્યો હતો અને જિલ્લા પંચાયતમાં લોકાભિમુખ, સ્વચ્છ વહીવટ પ્રદાન કરવા તેમજ પ્રજાલક્ષી વિકાસ કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી.
Read Original Article →