વિશ્વ હાઇપરટેન્શન દિવસ: નર્મદામાં આરોગ્ય જાગૃતિ અભિયાન:બીપી-ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજી નાગરિકોને નિઃશુલ્ક માર્ગદર્શન
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા ખાતે આયોજિત આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય બીપી અને ડાયાબિટીસ જેવી જીવનશૈલી આધારિત બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો તથા સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવાનો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ બીપી તથા ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પોમાં નાગરિકોને નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાના બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની તપાસ કરાવી આરોગ્ય અંગે જાગૃતતા દાખવી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે, “બીપી નિયંત્રણ રાખો, જીવન સ્વસ્થ બનાવો”ના સંદેશ સાથે દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહી નિયમિત તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
Read Original Article →