નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા GRD જવાન ગોવિંદ વસાવા:ઉપપ્રમુખ પદે સુલોચના બારોટની વરણી

Gujarat5/23/2026, 9:53:02 AM
નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા GRD જવાન ગોવિંદ વસાવા:ઉપપ્રમુખ પદે સુલોચના બારોટની વરણી
રાજપીપળા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ બાદ નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે GRD જવાન ગોવિંદ વસાવા ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે સુલોચના બારોટ વિજેતા જાહેર થયા છે. જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતોમાંથી 4માં આમ આદમી પાર્ટી અને 2માં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા છે. નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા ગોવિંદ વસાવા અગાઉ GRD જવાન તરીકે ફરજ બજાવતા હતા અને ડ્રાઈવર તરીકે પણ કામ કરી ગુજરાન ચલાવતા હતા. ભાજપે એક સામાન્ય કાર્યકરને આ પદ પર બેસાડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. નાંદોદ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે. જેમાં ભાજપ પાસે 13 બેઠકો, આમ આદમી પાર્ટી પાસે 4 બેઠકો અને કોંગ્રેસ પાસે 1 બેઠક છે. આજના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના જુનારાજ બેઠકના સભ્ય હરેશ જેન્તીભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા. તેમ છતાં, કોંગ્રેસના એક સભ્યએ ભાજપને ટેકો આપતા ભાજપને કુલ 13 મત મળ્યા હતા, જેના પરિણામે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બન્યા હતા.
Read Original Article →