ઘાતકી હત્યા:નર્મદાના લીમડી ગામમાં રાત્રીના સમયે કરપીણ હત્યા, પોલીસ તપાસમાં લાગી

Gujarat5/14/2026, 12:00:00 AM
ઘાતકી હત્યા:નર્મદાના લીમડી ગામમાં રાત્રીના સમયે કરપીણ હત્યા, પોલીસ તપાસમાં લાગી
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા લીમડી ગામમાં નિશાળ ફળિયામાં રહેતા કંચનભાઈ ભયજીભાઈ તડવી( ઉમર 55) હત્યા થઈ છે.ત્યારે કંચન તડવીની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ લીમડી ગામના નિશાળ ફળિયામાં રાત્રિ દરમિયાન કંચન તડવી ઘરના આંગણામાં બહાર સુતા હતા ત્યારે રાત્રિના લગભગ અઢીથી ત્રણના સુમારે એક વ્યક્તિ આવ્યો હતો અને માથા ભાગે કપાળ ભાગે કોઈ મજબૂત ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા કંચન ભાઈ તડવીને તાત્કાલિક 108 માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.તબિયત વધુ ગંભીર લાગતા ગરૂડેશ્વરથી તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત થયું હતું. ત્યારે આ હત્યાના પગલે તરત જ સલામતી પોલીસ એક્શનમાં આવી હતી અને સલામતી પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.હાલમાં અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હત્યાનું કારણ શું છે તે વિશે પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જેમની હત્યા થઈ છે તેમના પત્ની વર્ષાબેન ફરિયાદ નોંધાવી છે કે જે વ્યક્તિ હુમલો કરવા આવ્યો હતો જેની ઊંચાઈ મધ્યમ અને બાંધો પણ મધ્યમ હોવાનું જણાવ્યું હતું.મધ્યરાત્રીના હત્યા કરવા આવેલો હત્યારો રાત્રિના અંધારાનો લાભ લઈને હત્યારો ભાગી ગયો છે ઉલ્લેખનિય ને છે કે કંચનભાઈ ભાઈજીભાઈ પોતાની પત્ની તેમજ બે દીકરીઓ અને બે બહેનો તેઓના ઘરે હતા તેમ પ્રાથમિક જાણકારીમાં જાણવા મળેલ છે.ત્યારે આ હત્યા કયા કારણોસર થઈ છે એ શોધવા માટે સલામતી પોલીસ હાલમાં હત્યારા સહિત હત્યાનું કારણ જાણવા માટે પ્રયાસ કરી રહી છે.
Read Original Article →