શ્રમિકોએ હોબાળો મચાવ્યો:રાજપીપળાના અવધૂત મંદિર નજીક 200થી વધુ શ્રમિકોએ ભેગા થઇને હોબાળો મચાવ્યો
રાજપીપળા ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુધ્ધની અસર હવે શ્રમિકોના ઘર સુધી પણ પહોંચી છે. નર્મદા જિલ્લામાં કેળાનું વાવેતર વધારે કરાઇ છે ત્યારે વાહનોમાં કેળા ભરવાનું કામ કરતાં શ્રમિકોએ મજૂરી વધારવાની માગણી કરી છે. રાજપીપળાના રંગ અવધૂત મંદિર પાસે 200થી વધુ શ્રમિકોએ ભેગા થઇને હોબાળો મચાવતાં પોલીસ પણ દોડી આવી હતી. ખાડીના દેશોમાં ચાલતા યુદ્ધના પગલે હાલમાં પેટ્રોલ, ડીઝલ દૂધ સહિતના ભાવો માં વધારો થયો છે તેવામાં રાજપીપળા સહિત આસપાસના ગામડાઓમાંથી કેળા ભરવા આવતા કામદારોને વર્ષોથી એક જ ભાવ મળી રહયો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કારમી મોંઘવારીમાં ગુજરાન ચાલી શકે તેમ નહી હોવાથી આજે સવારે 200 જેટલા શ્રમિકો રાજપીપળાના રંગ અવધૂત મંદિર પાસે એ કત્ર થયાં હતાં. તેમણે ખેતર માલિકો , વેપારીઓ તથા વાહનમાલિકો પાસે વધારે મજૂરી આપવામાં આવે તેવી માગણી કરી હતી. રાજપીપળામાં કેળાના વેપારીઓ આસપાસના ગામડાઓમાંથી કેળા ખરીદી ટ્રક કે ટેમ્પોમાં ભરી બહાર વેચાણ કરતા હોય છે જેમાં વાહનો માં કેળા ભરતા મજૂર વર્ગ ને હાલમાં મળતા મજૂરી ના રૂપિયા આ મોંઘવારી માં પરવડે તેમ નહી હોવાથી અને તેઓ એ અગાઉ ઘણીવાર મજૂરી વધારવા વેપારીઓને રજૂઆત કરી છતાં વધારો નહીં કરતા આજે 200 જેવા મજૂરો રંગ અવધૂત મંદિર સામે ભેગા થઈ મજૂરી વધારા ની માંગ કરી હતી અને હજુપણ જો મજૂરી નહીં વધે ત્યાં સુધી તેઓ તેમની કામગીરી થી અળગા રહેશે તેમ જણાવ્યું હતું.
Read Original Article →