વેકેશનનો સદઉપયોગ:બાળકોમાં મોબાઈલની લત ઓછી કરવા માટે અભિયાન
હાલ સમગ્ર વિશ્વ મોબાઈલ પાછળ ઘેલું બન્યું છે અને બાળકો તેના દુષણ થી દૂર થાય અને રમતગમત તરફ વળે તે માટે રાજપીપળામાં ખાસ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. કાછીયાવાડ જ્ઞાતિ સમાજ અને સ્વ. લલ્લુભાઈ ગાંધી પરિવાર ટ્રસ્ટ તરફથી સમર કેમ્પ આયોજિત કરી બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જેમાં બાળકો મોબાઇલનો ઉપયોગ ઓછો કરી રમતગમત તથા અન્ય પ્રવૃતિઓ પાછળ વધુ સમય આપે તે માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. સમાજના 200 જેટલા બાળકો ભાગ લઇ રમત ગમતમાં આગળ કેવી રીતે વધાય તે શીખી રહ્યા છે. બાળકો એ પણ આ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ વધ્યો હોવાની સાથે રમત ગમત અંગે નું જ્ઞાન પ્રાપ્ત થવું હોવાનું જણાવ્યું હતું. સમર કેમ્પના મુખ્ય સંચાલન ટ્રસ્ટના મહેશ દલાલ તથા સમાજ ના પ્રમુખ અને સમાજના શિક્ષિત બહેનો અને ભાઈઓ તરફથી તમામ કોચિંગ આપવામાં આવી રહ્યું છે.બાળકો માં રહેલી રુચિ બહાર આવે અને આ વેકેશન દરમ્યાન બાળકો પોતાનું ભણતર પણ ન ભૂલે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
Read Original Article →