દક્ષિણ ગુજરાતના પ્રભારીની હાજરીમાં કેવડિયામાં બેઠક:ગુજરાતમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન નહિ કરે :શ્રીનિવાસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે તેમ ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને રાજપીપળા ખાતે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક મળી હતી જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રીનિવાસન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આપ અને ભાજપના 30થી વધારે કાર્યકરો આ અવસરે કોંગ્રેસમાં જોડાયાં હતાં. દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકા હોય કોંગ્રેસ કોઈપણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. કેમકે ભાજપના ભ્રષ્ટાચાર થી લોકો કંટાળી ગયા છે.અને લોકો જાણે છે કે જે યોજનાઓ આજે ઘરે ઘરે ચાલી રહી છે તે તમામ યોજના કોંગ્રેસની છે.
Read Original Article →