સુવિધા:લેસર શો સાંજ 7.45 અને નર્મદા મહાઆરતી 7 કલાકે

Gujarat5/19/2026, 12:00:00 AM
સુવિધા:લેસર શો સાંજ 7.45 અને નર્મદા મહાઆરતી 7 કલાકે
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 16મી તારીખથી નવો સમય અમલમાં મુકવામાં આવ્યો છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહયું હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના સરેરાશ 50 હજાર જેટલા પ્રવાસીઓ આવી રહયાં છે. નવા સમયપત્રક મુજબ લેસર શો 7.45 વાગ્યે અને નર્મદા આરતી સાંજે 7 વાગ્યે કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિદિન સાંજના પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) દર્શાવવામાં આવે છે. હાલમાં ઉનાળાની ઋતુની શરૂઆતને કારણે દિવસ ક્રમશઃ લાંબો થતો જાય છે, જેના કારણે સાંજના 7:30કલાકે ઘણું અજવાળું હોવાથી પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) પ્રવાસીઓ વધુ સારી રીતે નિહાળી શકતા નથી.જેથી આ શોનો સમય સાંજે 7:45 કલાકનો રાખવા તેમજ નર્મદા આરતીનો સમય સાંજે 7:00 કલાકનો રાખવો યોગ્ય જણાયો છે. શનિવારના રોજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દર્શાવવામાંઆવતા પ્રોજેક્શન મેપિંગ (લેસર શો)નો સમય સાંજના 7:30 કલાકથી બદલીને સાંજના 7:45 કલાકનો રાખવામાં આવેલ છે તેમજ નર્મદા આરતીનો સમય સાંજના 8:15 કલાકથી બદલીને સાંજના 7:00 કલાકનોરાખવામાં આવેલ છે. જેની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓએ ખાસ નોંધ લેવાની રહેશે.
Read Original Article →