નર્મદા જિલ્લા પંચાયતમાં AAPની જીત બાદ કેજરીવાલની વિજય યાત્રા:નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું, "બદલાવની ચિંગારી હવે ગુજરાતમાં ફેલાશે"

Gujarat5/25/2026, 4:39:54 PM
નર્મદા જિલ્લા પંચાયતમાં AAPની જીત બાદ કેજરીવાલની વિજય યાત્રા:નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું, "બદલાવની ચિંગારી હવે ગુજરાતમાં ફેલાશે"
નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બન્યા બાદ રાજપીપળા ખાતે ભવ્ય 'વિજય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજપીપળામાં આયોજિત વિજય યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલે નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નર્મદા જિલ્લાના લોકોએ AAPને પ્રેમ અને સહકાર આપી જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં હંમેશા બે પક્ષોની સરકાર બનતી હતી, પરંતુ નર્મદાના લોકોએ પહેલીવાર ત્રીજા પક્ષ તરીકે AAPની સરકાર બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ દર્શાવે છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, નર્મદા જિલ્લાના લોકોએ જે કરી બતાવ્યું છે, તેવું જ કામ હવે સમગ્ર ગુજરાતના લોકો કરશે. આદિવાસી ક્ષેત્રમાંથી ઉઠેલી બદલાવની આ ચિંગારી આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે. તેમણે ભાજપ પર 30 વર્ષના ભ્રષ્ટાચાર અને દમનનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને આમાં મળેલા છે અને લોકોને ખોટા કેસમાં જેલમાં નાખી ડરાવે-ધમકાવે છે. તેમણે ઉમેર્યું કે, નર્મદાની જનતાએ ચૈતર વસાવા સામે થયેલા અન્યાયનો જવાબ આપી દીધો છે. કેજરીવાલે જનતાનો આભાર માન્યો અને ખાતરી આપી કે જીતેલા સભ્યો યોગ્ય અને સારી કામગીરી કરશે.
Read Original Article →