નર્મદા ડેમમાં હજી 71 ટકા જળનોસંગ્રહ:2025માં પહેલાં નોરતાએ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો
રાજપીપળા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ હજી 71 ટકા ભરાયેલો છે. જો ચાલુ વર્ષે ચોમાસું સારૂ ન રહે તો પણ ખેડૂતોને સિંચાઇ માટે તથા રાજયવાસીઓને પીવા માટે પુરતુ પાણી મળી રહેશે. 2025માં પહેલાં નોરતાએ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો. ચોમાસામાં ડેમના દરવાજાઓ ખોલી નદીમાં વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું.એક વર્ષ સુધી પાણી પહોંચાડવા નર્મદા ડેમ સક્ષમ છે. નર્મદા ડેમની જળસપાટી 129.48 મીટર છે એટલે કે 138.68 મીટરથી માત્ર 9.2 મીટર દૂર છે એટલે કે ગત સીઝનમાં છલોછલ ભરાયા પછી માત્ર 9 મીટર જેટલું પાણી વાપર્યું છે. આજે પણ લાઈવ સ્ટોરેજ 3103.08 MCM જેટલું છે એટલે 71.91 ટકા જેટલો ભરેલો છે. હાલમાં નર્મદા બંધના ઉપરવાસમાંથી 11,706 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. કેનલ હેડ પાવર હાઉસ 5246 ક્યુસેક પાણી ખર્ચ થાય છે અને રિવરબેડ પાવર હાઉસ 8336 ક્યુસેક ખર્ચ કરી રહ્યું છે. નર્મદા નદીમાં છોડવામાં આવે છે. એટલે કે 11706 ક્યુસેક પાણીની આવક સામે 13582 ક્યુસેક પાણી ખર્ચ થાય છે એટલે હાલમાં નર્મદા ડેમ ની જળ સપાટી સ્થિર છે. પરંતુ રાજ્યમાં એક વર્ષ સુધી પાણી પહોંચાડવા નર્મદા ડેમ સક્ષમ છે.
Read Original Article →