IAS ગંગા સિંઘ નર્મદા જિલ્લાના નવા કલેક્ટર બન્યા:અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર હતા

Gujarat5/15/2026, 8:04:04 AM
IAS ગંગા સિંઘ નર્મદા જિલ્લાના નવા કલેક્ટર બન્યા:અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર હતા
રાજ્ય સરકારના તાજેતરના હુકમ મુજબ, IAS અધિકારી ગંગા સિંઘે નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. રાજપીપળા ખાતે તેમણે આ પદભાર ગ્રહણ કર્યો હતો. કલેક્ટર તરીકેની નિમણૂક પહેલાં, ગંગા સિંઘ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. વહીવટી અને શહેરી વિકાસ ક્ષેત્રે તેમનો નોંધપાત્ર અનુભવ રહ્યો છે. નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લા તરીકે ઓળખાય છે, જે આદિવાસી બહુલ વસ્તી અને વિકાસલક્ષી યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પર્યટન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ અને જનકલ્યાણ યોજનાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર ગંગા સિંઘનું સ્વાગત કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →