જુગાર રમતા ઝડપાયા:તરોપા ગામમાંથી 11 હજારનો જુગાર ઝડપાયો

Gujarat5/20/2026, 12:00:00 AM
રાજપીપળા તરોપા ગામ માથી 11 હજારનો જુગાર આમલેથા પોલીસ દ્વારા ઝડપી પાડવા આવ્યો હતો. આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.આઈ એન.આર.ગોહેલ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં હાજર હતા તે દરમ્યાન એ.એસ.આઇ.બા બુભાઈનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે તરોપા ગામે ચર્ચની બાજુમાં ઝાડી જંગલમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પત્તાપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા એક ઇસમ નામે નવનીત વસાવા સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને બીજા ઇસમો શેરડીના ખેતર તથા કોતર બાજુ અલગ-અલગ દીશામાં નાશી ગયા હતા.
Read Original Article →