ગરમીથી પ્રવાસન પ્રભાવિત:વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગરમીથી બચાવવા પ્રયાસો હાથ ધરાયાં
રાજપીપળા કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. અંગ દઝાડતી ગરમીથી પ્રવાસીઓને રાહત મળે તે માટે એરકંડિશન્ડ બસ, પીવાનું પાણી તથા શેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ઉનાળાના વેકેશનમાં 43 ડિગ્રી તાપમાન માં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો યથાવત રહેતા એસી બસ, પીવાના પાણીની સુવિધા અને શેડ વોકવે પાણી ના ફુવારા પ્રવાસીઓ માટે રાહતરૂપ બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તમામ સીઝનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. ચોમાસામાં તો આ વિસ્તાર લીલોછમ બની જાય અને ખુબ અહલાદક વાતાવરણ બની જાય છે. ખાસ ઉનાળાની કાળઝાળ ગરમી અને ધમધમતા તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસ દરમ્યાન ભારે તાપ હોવા છતાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 3 કરોડ થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે અને હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નોંધાઇ રહયાં છે. પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉભી કરાઇ સત્તામંડળ તરફથી સારી વ્યવસ્થા કરાઇ છે અમે વાવ થરાદથી પરિવારો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા આવ્યા છે. અમારા વિસ્તારમાં ખૂબ ગરમી જેથી બહાર ફરવા નીકળતા ડર લાગતો હતો પરંતુ અહીંયા આવતા ક્યાંય એવું ગરમી જેવું લાગ્યું નથી. ખૂબ સુંદર વ્યવસ્થા અને સુવિધાઓ પણ ખૂબ સારી છે. ઉનાળામાં ગમે તેટલી ગરમી હોય કેવડિયા એકતાનગર વિસ્તારમાં ફરવા આવીયે તો વાંધો નથી ખૂબ સારી સુવિધાઓ અહીંયા છે. કરવામાં આવી છે. { મિતુબા જાડેજા, પ્રવાસી { એસી પિકઅપ સ્ટેન્ડ { એસઓયુના પ્રવેશદ્રાર પણ બંને તરફ કેનોપી શેડ { કેનોપી શેડની અંદર વોટર સ્પ્રિંકલર
Read Original Article →