વિવાદ:રાજપીપળાના રહેણાક વિસ્તારમાં પોલ્ટ્રીફાર્મને લઇ રહીશોમાં વિવાદ

Gujarat5/12/2026, 2:00:25 AM
નર્મદા જિલ્લામાં બર્ડ ફલુની કોઈ અસર નથી છતાં આ મુદ્દે ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઉભુ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલ્ટ્રી ફાર્મ પોલ્ટ્રીફાર્મ સંચાલકોએ માગણી કરી છે. રાજપીપળા સિંધીવાડમાં ચાલતા પોલ્ટ્રી ફાર્મને બંધ કરાવવા અગાઉ કેટલાક સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું હતું ત્યારે આ મુદ્દે પોલ્ટ્રી ફાર્મના સંચાલકે વળતા જવાબમાં પ્રાંત આધિકારીને આવેદન આપી રજૂઆત કરી છે. સંચાલકોએ જણાવ્યું હતું કે, તેઓ અંદાજિત 30 થી 35 વર્ષોથી આ ધંધો કરીએ છીએ. ગુજરાત સરકાર ના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલનું લાયસન્સ ઘરાવીએ છે અને નીતિ નિયમોનું પણ પાલન કરીએ છે. નર્મદા જિલ્લામાં બાર્ડ ફલૂને લઈને કોઈ અસર નથી છતાં કેટલાક સ્થાનિક ઈસમો પ્રજાને ગુમરાહ કરવા આવેદનપત્ર તેમજ ખોટી અરજીઓ કરી ભયનો માહોલ ઉભો કરી રહયાં છે. જેથી આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રાજપીપળામાં રહેણાંક વિસ્તારમાં આવેલાં પોલ્ટ્રીફાર્મને લઇ આગામી દીવસોમાં વિવાદ વકરે તેવી સંભાવના રહેલી છે.
Read Original Article →