નિર્ણય:નર્મદા જિલ્લામાં અકસ્માત નિવારવા રસ્તાઓના માળખામાં ફેરફાર કરાશે

Gujarat5/28/2026, 12:00:00 AM
નિર્ણય:નર્મદા જિલ્લામાં અકસ્માત નિવારવા રસ્તાઓના માળખામાં ફેરફાર કરાશે
જંગલોથી ઘેરાયેલાં નર્મદા જિલ્લામાં ઢોળાવ તથા વળાંકવાળા રસ્તાઓના કારણે અકસ્માતના બનાવો વધી રહયાં છે. અકસ્માતોના નિવારણ માટે જયાં જરૂર જણાશે ત્યાં રસ્તાઓના માળખાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદૃઢ બને અને માર્ગ અકસ્માતોમાંઘટાડો થાય તે હેતુસર જિલ્લા માર્ગ સલામતી સમિતિની માસિક બેઠક આજે જિલ્લા કલેક્ટર ગંગા સિંગનીઅધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે આરટીઓ, પોલીસવિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, ટ્રાફિક વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સતતકામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બેઠકમાં જિલ્લાના વિવિધ માર્ગો ઉપર અકસ્માતની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા બ્લેક સ્પોટ્સનીઓળખ અને તેને દૂર કરવા માટે લેવાતા પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અકસ્માત નિવારણ માટે જ્યાં જરૂરી હોય ત્યાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવા, સાઈનેજ, સ્પીડ બ્રેકર, લાઈટિંગ તથામાર્ગ સુરક્ષા માટેના અન્ય સાધનોની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબરાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નિયમિત નિરીક્ષણ અને પેટ્રોલિંગ, અકસ્માત સમયે તાત્કાલિક રાહત અને સારવારમાટેની વ્યવસ્થાઓ તેમજ પીએમ રાહત યોજના અંતર્ગત મળતી સહાય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અકસ્માત સમયે ગોલ્ડન અવર્સ અતિ મહત્વપૂર્ણ માર્ગ અકસ્માતોને રોકવા માટે માત્રદંડાત્મક કાર્યવાહી પૂરતી નથી પરંતુ જનજાગૃતિ પણ એટલી જ જરૂરી છે. તેમણે ટ્રાફિક નિયમોના પાલન માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ અને એન્ફોર્સમેન્ટ કામગીરી પણ જરૂરી છે. અકસ્માત સમયે “ગોલ્ડન અવર્સ” અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં પૂરતીવ્યવસ્થા રાખવી જરૂરી છે. પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ અને મેડિકલ સુવિધાઓની ઉપલબ્ધતા હોવી જરૂરી છે.
Read Original Article →