કાર્યવાહી:નાંદોદ તાલુકાના કમોદીયા ગામના ખેડૂતનેમારનારા વનકર્મીઓ સામે ગુનો દાખલ
નાંદોદના કમોદીયા ગામના ખેડૂતને મારનારા વનકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જંગલની જમીન ખેડાણ માટે સાફ કરી રહયો હતો ત્યારે મારામારીની ઘટના બની હતી. ભોગ બનનારા યુવાનને લઇ તેના પરિવારજનો રાજપીપળા ખાતે સાંસદના નિવાસે આવ્યાં હતાં. સાંસદે આ મામલે રાજય સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. નાંદોદ તાલુકાના કમોદીયા ગામના અર્જુન મુળજી વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે જુનારાજ વિસ્તારમાં આવેલી જમીન સાફ કરતી વખતે વન વિભાગના કર્મચારીઓએ તેને માર માર્યો હતો.ફરિયાદ મુજબ અર્જુન વસાવા છેલ્લા 20 વર્ષથી આ જમીન પર ખેતી કરે છે. વાવણી માટે જમીન સાફ કરી રહ્યો હતો ત્યારે વન કર્મચારીઓએ જંગલની જમીન કેમ સાફ કરો છોકહીને તેને અટકાવ્યો હતો. ત્યારબાદ અતિશભાઈ ફોરેસ્ટર, સેવંતીભાઈ અને કિશોરભાઈ બીટ ગાર્ડ, તેમજ ભગુભાઈ અને પ્રવીણભાઈ વોચમેન સહિત પાંચ જણાએ મળીને માર માર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવાયું છે કે જીતગઢની ઓફિસે લઈ જતા રસ્તામાં પણ માર મારવામાં આવ્યો હતો. ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે ફરી જમીન પાસે આવશે તો ઊંધો લટકાવીને મારવાની ધમકી આપવામાં આવી.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Read Original Article →