જીરામજી યોજના ફરી શરૂ, 21 હજાર શ્રમિકોને રોજગારી‎:નર્મદાજિલ્લામાં ઘરઆંગણે કામ મળતું થતાં અન્ય સ્થળોએ થતા સ્થળાંતર પર રોક લાગી

Gujarat6/5/2026, 12:00:00 AM
નર્મદા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શ્રમિકોએ પરસેવાની કમાણી કરી છે. જી રામજી યોજના હેઠળ 21 હજાર શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઇ છે. નર્મદા જિલ્લામાં ઘણા સમય પછી જીરામજી યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના 350 જેટલી ગ્રામપંચાયતોમાં કામગીરી ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ 21 હજાર શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આદિવાસી પરિવારોના 19,45,316ના માનવ દિનના લક્ષ્યાંક સામે 17,26,243 માનવ દિન તરફ આગળ નર્મદા ટીમ ધપી રહી છે. નર્મદા જિલ્લામાં 1,23,808 જેટલા જોબકાર્ડ લોકો ધરાવે છે. જેમાં સૌથી વધુ 1,10,058 જેટલા જોબકાર્ડ આદિવાસી સમાજના છે. આજની તારીખમાં આ જોબકાર્ડ થકી 1,68,885 માનવદિન હેઠળ 25 હજારથી વધુ શ્રમિકો લાભ લઇ રહ્યા છે. રાજ્યમાં અરવલ્લી, દાહોદ,તાપી બાદ નર્મદા જિલ્લો આ યોજનામાં વધુ રોજગારી આપનારો જિલ્લો બન્યો છે. યોજના થકી જે લોકો બહાર રોજગારી માટે જતા હતા તે અટકી ગયા અને જિલ્લાને પોતાના વતનમાં પરિવાર સાથે કામગીરી કરવા લાગ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા એ જણાવ્યું હતું કે ગાંધીનગર સચિવ કક્ષાએ થી પણ આ યોજનામાં સૌથી વધુ લોકો જોડાય અને રોજગારી નો લાભ લે એવી સૂચના છે અને અમે 100 ટકા લોકોને લાભ મળે એદિશામાં કામગીરી કરી રહ્યા છે. આટલી ગરમીમાં પણ લોકોને કામગીરી કરતા જોયા છે. અને લાખો પરિવારો ને રોજગારી મળતા જે લોકો અન્ય જિલ્લામાં સ્થળાંતર કરતા હતા તે અટક્યું છે. આ રોજગાર મળતા લોકો ખુશ છે. અને ચોમાસું શરૂ થાય એ પહેલા જેટલા લોકો રોજગારી મેળવે એ ઘણું છે.
Read Original Article →