રાજપીપળા:એરોડ્રામ ખાતે 29 લાખનો દારૂનો નાશ‎

Gujarat6/4/2026, 12:24:00 AM
રાજપીપળા:એરોડ્રામ ખાતે 29 લાખનો દારૂનો નાશ‎
રાજપીપળા એરોડ્રામ ખાતે 29 લાખનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ત્રણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 42 ગુનામાં ઝડપાયેલાં મુદ્દામાલને નષ્ટ કરવાની મંજૂરી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લો સરહદી જિલ્લો છે એટલે મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો અનેક મોડસ એપ્રેન્ટિસ વાપરી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતા હોય છે. જોકે નર્મદા પોલીસે આવા બૂટલેગરોને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. 6 મહિના જૂના પ્રો હિબીશનના કેસમાં પોલીસે ઝડપી પાડેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે સંબંધિત વિભાગ પાસેથી મંજૂરી માગવામાં આવી હતી. પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર અને ઈનચાર્જ પોલીસ અધિક્ષક પી.આર પટેલની હાજરીમાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા ત્રણ પોલીસ સ્ટેશનના કુલ 42 ગુના ના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રામ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. 11 હજાર જેટલી બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. કુલ 29.32 લાખની બોટલોનો નાશ કરાયો હતો. વિદેશી દારૂના નાશ દરમ્યાન રાજપીપળા ટાઉન પી.આઈ એસ. કે. ગામીત, અમલેથા પીએસઆઈ એન. આર ગોહિલ અને તિલકવાડ પી.એસ.આઈ એ.પી.સોલંકી સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
Read Original Article →