બેઠકમાં આક્રોસ:નર્મદા જિલ્લાની ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી
નર્મદા જિલ્લાના નવા કલેકટર ગંગાસિંધની અધ્યક્ષતામાં મળેલી ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં જંગલ વિસ્તારમાં રસ્તાઓ સહિતના વિકાસ કામોને વન વિભાગના અધિકારીઓ મંજૂરી આપવામાં નવા નવા નિયમો બતાવતાં હોવાના મામલે સાંસદ અને ધારાસભ્ય અકળાયાં હતાં. વિકાસકામોમાં વન વિભાગ રોડા નાખવાનું કામ કરતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડા બોગજ-ફુલસર રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, જંગલની જમીન ખેડતા ખેડૂતોની પેન્ડિંગ દાવા અરજીઓના નિકાલ, ગાજરગોટા સરકારી હાઈસ્કૂલના નવા ઓરડાના બાંધકામ તેમજ સરકારી હાઈસ્કૂલોમાં પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ, પોઇચા-સિ દરા-ઓરી જેવા નર્મદા કિનારાના ગામોમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ સહિતના પ્રશ્નો પૂછયાં હતાં. નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રાજપીપલા શહેરથી રામગઢ ગામને જોડતા બ્રિજના સમારકામ, તિલકવાડા તાલુકામાં આંગણવ ડીઓના રિપેરિંગ અને નવા બાંધકામ, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિવિધ વિભાગોના પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગાર અને નોકરીની તકો ઉપલબ્ધ કરાવવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડિયાપાડા તાલુકાના ફુલસર, દુથલ, બોગજ-પી ગલપાડા, ગાજરગોટા સહિત મોવીના રોડ મંજૂરી અંગેની માહિતી, ચિકદા ચોકડી શોપિંગ સેન્ટરનું બાંધકામ, નર્મદા વન વિભાગમાં રોજમદારોની ભરતી અને પગારની વિગતો, ઘનશેરા, કંકાલ માસ ચોકડી, બેસણા ટેકરી અને સેજપુર ખાતે કાર્યરત ચેક પોસ્ટ અંગેની માહિતી સહીતના મામલે અધિકારીઓ પાસે જવાબો માંગ્યાં હતાં.
Read Original Article →