કાર્યવાહી:નાંદોદ તાલુકાના વરખડ ગામના એક બંધ મકાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરાયો

Gujarat5/28/2026, 12:00:00 AM
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ હોવાની માહિતી મળતા મુંબઈ પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા છે.તો બીજી બાજુ નર્મદા પોલીસમાં પણ દોડધામ મચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એક ગામના 2 વ્યક્તિઓને મુંબઈની એક હોટલ માંથી સંદિગ્ધ હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા.ત્યારે મુંબઈ પોલીસે તપાસ કરતા એમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. એમની પુછતાછ કરતા મુંબઈ પોલીસ તુરંત ગુજરાતના નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી. મુંબઈ પોલીસે નર્મદા પોલીસને સાથે રાખી નાંદોદ તાલુકાના વરખડ ગામમાં તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન બાતમીને આધારે પોલીસે વરખડ ગામમાં એક બંધ મકાનમાંથી મોટી માત્રામાં કોઇ નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો હતો. નશાકારક પદાર્થ કયો છે એની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથીપરંતુ તેની કિંમત કરોડો રૂપિયા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકાના વરખડ ગામના જે મકાન માંથી આ નશાકારક પદાર્થ મળી આવ્યો છે એની આસપાસ મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.
Read Original Article →