21 કિમીની પંચકોશી પરિક્રમામાં શ્રદ્ધાળુંઓનું ઘોડાપૂર:નર્મદા પરિક્રમાનું વધતું માહાત્મય, 6 લાખ શ્રદ્ધાળુ નોંધાયાં‎

Gujarat4/7/2026, 12:00:00 AM
21 કિમીની પંચકોશી પરિક્રમામાં શ્રદ્ધાળુંઓનું ઘોડાપૂર:નર્મદા પરિક્રમાનું વધતું માહાત્મય, 6 લાખ શ્રદ્ધાળુ નોંધાયાં‎
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમામાં ભકતોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. 19મીથી શરૂ થયેલી પરિક્રમામાં આજદિન સુધીમાં 6 લાખ જેટલા શ્રધ્ધાળુઓ નોંધાયાં છે. નર્મદા પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ ભક્તોની ભીડ વધી રહી છે. ખાસ કરીને શનિ-રવિની રજાઓ દરમિયાન પરિક્રમાવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રજાના આ બે દિવસોમાં જ અંદાજે 1.35 લાખ ભક્તો નોંધાયા છે. પરિક્રમાના પ્રારંભિક 10 દિવસમાં જ 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તંત્ર દ્વારા રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યા બાદ અત્યાર સુધીમાં 2.47 લાખ ભક્તોની સત્તાવાર એન્ટ્રી થઈ છે. ત્રણ અલગ-અલગ સ્થળોએ મુકવામાં આવેલા કાઉન્ટિંગ મશીન અને ઓનલાઇન રજિસ્ટ્રેશનના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ પરિક્રમાવાસીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. હજુ પરિક્રમાના 13 દિવસ બાકી છે, ત્યારે ભક્તોનો આ ઉત્સાહ જોતા પરિક્રમા પૂર્ણ થવા સુધીમાં આ આંકડો 10 લાખ સુધી પહોંચે તેવું અનુમાન છે. શરૂઆતમાં રજિસ્ટ્રેશન બાબતે શ્રદ્ધાળુઓને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ હાલમાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવતા પરિક્રમા પદ્ધતિસર ચાલી રહી છે. રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરતા નજરે પડી રહ્યા છે.
Read Original Article →