જનગણના પછી જ એસઆઈઆર:મતદારોને નામ, સરનામામાં કોઈ ફેરફાર જો હોય તો બદલવાની તક
રાજ્ય ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ મુંબઈમાં પાર પડી હતી. રાજ્ય ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે એ સમયે માહિતી આપી હતી. મતદારયાદીઓ બાબતે આગામી સમયમાં મહત્વના કામ કરવામાં આવશે. આ બાબતે તેમણે વિગતવાર માહિતી આપી હતી. અમે દર વર્ષે રિવીઝન માટે આવીયે છીએ. અત્યારની યાદીની નોંધમાં તમારે કોઈ ફેરફાર કરવો છે, લગ્ન થયા પછી તમારે નામ બદલવું છે જેવા સવાલ પૂછીયે છીએ. આવો કોઈ ફેરફાર કરવો હોય તો જ અમે ફોર્મ ભરીયે છીએ. અમારા સમરી રિવીઝનની આ કાર્યપદ્ધતિ છે એમ ચોક્કલિંગમે જણાવ્યું હતું. મતદારયાદીના ઉંડાણપૂર્વક પુનનિરીક્ષણમાં શું કરશે એ વિશે માહિતી આપવામાં આવી હતી. 20 જૂનના મતદારયાદીના દરેક મતદારનું એનોમરેશન ફોર્મ તૈયાર કરવામાં આવશે. જનગણના પછી જ એસઆઈઆર આપણા રાજ્યમાં અત્યારે જનગણના એટલે કે વસતિ ગણતરીનું કામ ચાલુ છે. આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂંટણી આયોગે એસઆઈઆરનું કામ શરૂ કરવું નહીં એવી વિનંતી રાજ્ય તરફથી કરવામાં આવી છે. એ પ્રમાણે ચૂંટણી આયોગે માન્ય કર્યું છે. તમે 2002થી 2004 સુધી એસઆઈઆર થયું ત્યારે ક્યાં હતા એની માહિતી આપવી જરૂરી છે. એને આપણે મેપિંગ કહીયે છીએ. આ કામ અમે બે મહિનાથી કરી રહ્યા છીએ. એમાં અત્યાર સુધી 72 ટકા મેપિંગ પૂરું થયું છે. તેમ જ 9 કરોડ 86 લાખ મતદારોની યાદીની ચકાસણી થશે અને પ્રારુપ મતદારયાદી 5 ઓગસ્ટના જાહેર કરવામાં આવશે એવી માહિતી ચોક્કલિંગમે આપી હતી. રાજ્ય ચૂંટણી આયોગે મુંબઈમાં પત્રકાર પરિષદમાં મહત્વની માહિતી આપી
Read Original Article →