શુક્રવારે બે વખત ખરાબીના સમયે પ્રવાસીઓ સંપર્કવિહિન થયેલા:એક્વા લાઈન મેટ્રો-3માં નેટવર્ક ન મળવાની સમસ્યાનો અંત આવશે
અંડરગ્રાઉન્ડ મેટ્રો-3માં શુક્રવારે ટેકનિકલ ખરાબી થતા આ રૂટ પર ટ્રેન વ્યવહાર બે વખત ઠપ્પ થયો હતો. મોબાઈલ નેટવર્ક ન હોવાથી પ્રવાસીઓ સંપર્કવિહિન થયા અને જીવ ઉચાટમાં રહ્યો. હવે અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 એક્વા લાઈનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ રૂટ પર મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ થશે અને પ્રવાસીઓના મોબાઈલ રણકવા માંડશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો-3માં શુક્રવારે બે વખત ટેકનિકલ ખરાબી નિર્માણ થવાથી સિગ્નલ સિસ્ટમમાં ત્રુટી ઊભી થઈ. આ રૂટ પર ટ્રેન વ્યવહાર સવારે સાડા આઠથી સાડા નવ અને બપોરે પોણો વાગ્યાથી દોઢ વાગ્યા સુધી ઠપ્પ રહ્યો. પ્રવાસીઓના મોબાઈલમાં નેટવર્ક ન હોવાથી અને અટવાઈ ગયાની સ્થિતિની માહિતી આપવા કોઈ પણ યંત્રણા ન હોવાથી પ્રવાસીઓનો જીવ ડરના લીધે ઉચાટમાં રહ્યો હતો. એ ધ્યાનમાં લઈને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અગ્રણી મોબાઈલ કંપનીઓને પાયાભૂત સુવિધા ઊભી કરવાનો અધિકાર આપ્યાની બાબત પ્રકાશમાં આવી છે. એમએમઆરસીએલે એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા કંપનીને અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને બોગદામાં ઈનબિલ્ડિંગ કરવાનું જણાવ્યું છે. ભારતી સોલ્યૂશન્સ સિસ્ટમ ઊભી કરવી, એનું સંચાલન અને દેખભાળની જવાબદારી આપી છે. આ માધ્યમથી મેટ્રો સ્ટેશનોમાં અને બોગદામાં વોઈસ અને ડેટા કનેક્ટિવિટી ઉપલબ્ધ કરી આપવાનો પ્રયત્ન છે. મોબાઈલ નેટવર્ક સેવા બાબતે મેટ્રો-3 રૂટ પર થોડો સમય અનિશ્ચિતતા નિર્માણ થઈ હતી. જો કે નવા નિર્ણયના લીધે પ્રવાસીઓને ફરીથી મોબાઈલ સેવાનો લાભ મળશે. તમામ ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જરૂરી યંત્રણા ઊભી કરીને સેવા શરૂ કરવાની પ્રક્રિયા પૂરી કરશે. મેટ્રો સ્ટેશનો અને બોગદામાં વોઈસ અને ડેટા કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન
Read Original Article →