રૂપરેખા તૈયાર કરવાનો માર્ગ આખરે ખુલ્યો:ત્રીજા મુંબઈની રૂપરેખા માટે સિંગાપુરની કંપનીની સલાહકાર તરીકે નિયુક્તિ કરી
મહત્વકાંક્ષી ત્રીજા મુંબઈની રૂપરેખા તૈયાર કરવાનો માર્ગ આખરે ખુલ્યો છે. રાજ્ય સરકારે ત્રીજા મુંબઈની રૂપરેખા તૈયાર કરવા સિંગાપુરની અગ્રણી કંપની મેસર્સ સુરબના જુરાંગ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિમિટેડની સલાહકાર તરીકે નિયુક્તી કરી છે. હવે આગળની પ્રક્રિયા પૂરી કરીને આ કંપનીના માધ્યમથી ત્રીજા મુંબઈની રૂપરેખા તૈયાર કરવાના કામની શરૂઆત કરવામાં આવશે. એમએમઆરડીએએ નવી મુંબઈથી મુંબઈ પ્રવાસ અતિઝડપી કરવા અટલ સેતુ બાંધીને વાહનવ્યવહાર માટે શરૂ કર્યો. અટલ સેતુ પ્રભાવિત ક્ષેત્રમાં વિકાસની અનેક તક નિર્માણ થઈ છે. વિકાસની બહોળી તક ધ્યાનમાં લેતા એમએમઆરડીએએ નવી મુંબઈના અટલ સેતુ પ્રભાવિત ક્ષેત્રમાં ત્રીજું મુંબઈ વસાવવાનો નિર્ણય લીધો છે. તેના આ પ્રસ્તાવને રાજ્ય સરકારની માન્યતા મળી છે અને ત્રીજું મુંબઈ વસાવવાની દષ્ટિએ એમએમઆરડીએ કામે લાગ્યું છે. ત્રીજા મુંબઈ માટે નિશ્ચિત એરિયામાં રાજ્ય સરકારે એમએમઆરડીએની નવનગર પ્રાધિકરણ તરીકે નિયુક્તી કરી છે. હવે રાજ્ય સરકારે ત્રીજા મુંબઈનો વિકાસ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવા આંતરરાષ્ટ્રીય દરજ્જાની કંપની તરફથી રૂપરેખા તૈયાર કરાવવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર આ કામ માટે સિંગાપુરની અગ્રણી કંપનીની નિયુક્ત કરવાનું નક્કી કર્યું. એના માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂરી કરીને મેસર્સ સુરબના જુરાંગ કંપનીની સલાહકાર તરીકે નિયુક્તી કરી છે. રૂપરેખાનું કામ બે તબક્કામાં
નગરવિકાસ વિભાગે આ સંબંધી જીઆર જારી કર્યો છે. આ જીઆર અનુસાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ધોરણે આ કંપનીની નિયુક્તી સલાહકાર તરીકે કરવામાં આવી છે. આ કંપની બે તબક્કામાં ત્રીજા મુંબઈની રૂપરેખા તૈયાર કરશે. પહેલા તબક્કાના કામ માટે કંપનીને 11.89 કરોડ રૂપિયા અને બીજા તબક્કાના કામ માટે 23.12 કરોડ રૂપિયા ચુકવવામાં આવશે. પહેલા કામના પરીક્ષણ પછી જ બીજા તબક્કાના કામના રૂપિયા ચુકવવામાં આવશે. દરમિયાન આ કંપનીની સલાહકારી તરીકે નિયુક્તી થવાથી ટૂંક સમયમાં એમએમઆરડીએ અને કંપની વચ્ચે કરાર થશે. એ પછી રૂપરેખાના કામની શરૂઆત થશે. રૂપરેખા માટે થનારો તમામ ખર્ચ એમએમઆરડીએ પોતાના રૂપિયામાંથી કરશે એમ જીઆરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
Read Original Article →