25 મેના મુખ્યમંત્રી હાજરીમાં કોરિડોરનું ભૂમિપૂજન થશે:સિદ્ધિવિનાયક મંદિર કોરિડોરનો માર્ગ ખુલતા ભાવિકોમાં ખુશીની લહેર
અનેક દિવસોથી રખડી પડેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર કોરિડોરના ભૂમિપૂજનનો માર્ગ આખરે ખુલ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 25 મેના આ કોરિડોરનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના લીધે મંદિર પરિસરમાં વાહનવ્યવહાર, ભાવિકોની ગિરદી અને સુવિધા વ્યવસ્થાપન વધુ સારી રીતે થશે એવી માહિતી મંદિરના ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠીએ આપી હતી. મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શન માટે આવે છે. ખાસ કરીને મંગળવાર, સંકષ્ટી ચતુર્થી તેમ જ વિવિધ તહેવારોના દિવસે મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં ગિરદી થાય છે. એ ધ્યાનમાં લઈને ભાવિકોને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુલભ સુવિધા ઉપલબ્ધ કરી આપવા કોરિડોર પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત મંદિર પરિસરના રસ્તાનું સુશોભીકરણ, રાહદારી માર્ગ વિકસિત કરવો, પરિવહન વ્યવસ્થાપન સુધારા, ભાવિકો માટે સ્વતંત્ર પ્રતીક્ષા વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તેમ જ સુરક્ષા યંત્રણા વધુ સક્ષમ કરવાના કામ પ્રસ્તાવિત છે. ઉપરાંત મંદિર પરિસરને આધુનિક સ્વરૂપ આપવા સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જાળવના પર ભાર મૂકવામાં આવશે. આ પ્રકલ્પ માટે જરૂરી પ્રશાસકીય મંજૂરી, જગ્યા હસ્તાંતરણ અને બીજી પ્રક્રિયાને તાજેતરમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાથી માર્ગ ખુલ્યો છે. તેથી હવે કામ ઝડપથી થશે એમ જણાવવામાં આવે છે. આ પ્રકલ્પનો કુલ ખર્ચ લગભગ 470 થી 500 કરોડ રૂપિયા જેટલો થશે. પહેલા તબક્કાના કામ માટે અંદાજે 78 થી 93 કરોડ રૂપિયાના ટેંડર કાઢવામાં આવ્યા હતા. ઉજ્જૈન કોરિડોર પ્રમાણે શ્રી સિદ્ધિવિનાયક મંદિર કોરિડોર તૈયાર કરવામાં આવશે. સિટી એન્કર મંદિર પહોંચવા એસી બસ પ્રભાદેવી ખાતેના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન માટે ભાવિકોની વધતી ગિરદી અને એ પરિસરમાં પ્રવાસીઓની વધતી માગણી ધ્યાનમાં લેતા બેસ્ટ પ્રશાસન તરફથી શનિવાર 23 મેથી નવી એસી બસ દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દર 20 થી 22 મિનિટના અંતરે એક બસ ચલાવવામાં આવશે. ભાવિકો અને પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ તરફથી દાદર સ્ટેશન પશ્ચિમ અને સિદ્ધિવિનાયક મંદિર દરમિયાન નવી એસી સર્ક્યુલર બસરૂટ શ્રી સિદ્ધિવિનાયક ફેરી એ-814 શરૂ કરવામાં આવી છે.
Read Original Article →